VIDEO: જેલમાં આરોપીના વાયરલ વીડિયો મામલે પોલીસનો ખુલાસો
સોર્સ : gstv
અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનના લૉકઅપમાંથી વીડિયો વાયરલ થવાના મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મારામારીના ગુનામાં પકડાયેલા સાજીદ આફ્રિદી ઉર્ફે અબ્દુલ મન્નન અંસારી એ માનસિક અસ્થિર યુવકના મોબાઇલનો ઉપયોગ કરી વીડિયો બનાવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે ધાક-ધમકી અને અશ્લીલ શબ્દોના ઉપયોગનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વીડિયોમાં દર્શાવાયેલી ગોળી ઊંઘની દવા હતી.

