Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : In two sub-jails of Dahod, items including mobiles were found in a surprise search

VIDEO: દાહોદની બે સબજેલમાં ઓચિંતી તપાસમાં મોબાઈલ સહિતની વસ્તુઓ મળી

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદ ની બે સબજેલમાં ઓચિંતી તપાસમાં મોબાઈલ ફોન સિગારેટ, બીડી, તંબાકુ સહિતની વસ્તુઓ ઝડપાઈ છે. દાહોદની ડોકી ખાતે આવેલી સબજેલ અને દેવગઢ બારીયા સબજેલમાં તપાસ કરવામાં આવી હતી. ડોકી સ્થિત સબજેલમાં યાર્ડ નંબર-૨ની બેરેક નંબર 6માં ત્રણ કેદીઓ શંકાસ્પદ હિલચાલને લઈવે તપાસ કરાઈ હતી. નોન લીનીયર જંક્શન ડિટેક્ટર મશીનથી તપાસ કરતા ઘાસની અંદર છુપાવી રાખેલ બિનઅધિકૃત વસ્તુઓ મળી આવી. જે બાદ ત્રણેય કેદીઓ વિરુદ્ધ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ તરફ દેવગઢ બારીયા સબજેલના બેરેક નંબર-8માંથી સીમકાર્ડ, બેરેક નંબર-7 માંથી મોબાઇલ ઝડપાયો. આ મામલે પણ ફરિયાદ નોંધાઈ છે.

App Store