Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Police detain 24-year-old driver who drove Porsche at a speed of 300

VIDEO: 300ની સ્પીડે Porsche દોડાવનાર 24 વર્ષીય કારચાલકની પોલીસે કરી અટકાયત

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરના વ્યસ્ત વિસ્તારમાં બેફામ ડ્રાઇવિંગનો વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે. વાયરલ વીડિયોમાં કારને કથિત રીતે 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવતી જોવા મળી રહી છે. તપાસમાં 24 વર્ષીય મોહમ્મદ અકરમ કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. HCG હોસ્પિટલથી લો ગાર્ડન તરફના રસ્તા પર બેફામ ઝડપે કાર ચલાવ્યાનો આક્ષેપ છે. જાહેર રસ્તા પર આવી ખતરનાક ડ્રાઇવિંગથી અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે વાહનચાલકની વિગતોના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. 300ની સ્પીડે કારને દોડાવનાર કારચાલકની અટકાયત કરી કાર જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

App Store