Ahmedabad/ પેટ્રોલ પંપના કર્મચારીએ કરી આત્મહત્યા, મણિનગર રેલવે ક્રોસિંગ પર મૂક્યું પડતું

સોર્સ : gstv
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં એક ગમખ્વાર ઘટના બની છે. એક યુવકે રેલવે ક્રોસિંગ પર પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવક પેટ્રોલ પંપ પર કર્મચારી તરીકે કામ કરતો હતો. મળતી માહિતી મુજબ, કિરીટ પંચાલ નામના આ યુવકે પેટ્રોલ પંપના સાહેબ અને અન્ય એક વ્યક્તિના ત્રાસથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હતું.
સુસાઇડ નોટમાં બે વ્યક્તિના નામનો ઉલ્લેખ
યુવકની પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં બે વ્યક્તિઓ - રસ્મિતસિંગ ગુરુદત્ત અને હાર્દિક પટેલના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુવકે નોટમાં લખ્યું છે કે આ બંને વ્યક્તિઓ તેને રૂપિયા માટે ટોર્ચર કરતા હતા, જેના કારણે તે માનસિક ત્રાસ અનુભવી રહ્યો હતો. આ આત્મહત્યા અંગે ખોખરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

