Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Petition letter and fierce protest by Youth Congress to Chief Officer against poor planning in Ahmedabad's Dholka

VIDEO: અમદાવાદના ધોળકામાં નબળા આયોજન સામે યુવક કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર અને ઉગ્ર વિરોધ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ધોળકા શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ નગરપાલિકાના નબળા આયોજન અને પાણીના અયોગ્ય નિકાલના કારણે સર્જાયેલી માનવસર્જિત આફત સામે આજે અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી 'જન આક્રોશ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ પ્રમુખ પ્રવિણસિંહ વણોલ, પૃથ્વીરાજસિંહ સોલંકી, સુધીરભાઈ રાવલ અને હાર્દિકસિંહ દાયમા સહિતના આગેવાનો જોડાયા હતા. આ દરમિયાન ગટરના કાંસ પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા, જવાબદારો સામે ફોજદારી ગુનો નોંધવા, નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવવા અને એક વર્ષનો ટેક્સ માફ કરવાની માંગ કરાઈ હતી. આવેદનપત્ર સમયે પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન ગેરહાજર રહેતા, યુવક કોંગ્રેસે તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ આપીને માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

App Store