Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Even though the rains have stopped, the problem of dilapidated roads and potholes persists in Ahmedabad's smart city

VIDEO: વરસાદે વિરામ લીધા છતાં અમદાવાદના સ્માર્ટ સિટીમાં બિસ્માર રસ્તા અને ખાડાઓની સમસ્યા યથાવત

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ અમદાવાદ શહેરના રસ્તાઓની ગંભીર સમસ્યા હજુ પણ એવી ને એવી યથાવત છે. ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે સ્માર્ટ સિટીના રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર નાના-મોટા ખાડાઓ પડી ગયા છે. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પણ આજ દૈની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ ઉબડખાબડ બની જાય છે.આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીઓ વધુ વિકટ બને છે. સ્થાનિક નાગરિકોમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે અને તેમની મુખ્ય માંગ એ છે કે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય અને મજબૂત રસ્તાઓ બનાવવામાં આવે, જેથી લોકોને આ રોજબરોજની હાલાકીમાંથી કાયમી છુટકારો મળી શકે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News