VIDEO: ભારે વરસાદે શ્રીકંડાપુરમને પાણીમાં ગરકાવ કર્યું
સોર્સ : gstv
કેરળના કન્નુર જિલ્લાના શ્રીકંડાપુરમ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદના પગલે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. અનેક સ્થળોએ વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત તથા બચાવ કામગીરી માટે ટીમોને સતર્ક રાખવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતાં લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

