VIDEO: અમદાવાદના પાલડી વિસ્તારમાં ગાડીના બોનેટ પર બેસીને સ્ટંટ કરતા નબીરાઓનો વિડીયો વાયરલ
સોર્સ : gstv
અમદાવાદના પાલડી વિસ્તારમાં કેટલાક નબીરાઓની જોખમી હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવકો કારના બોનેટ પર બેસીને ગાડી હંકારી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ પ્રકારની બેદરકારીભરી હરકતથી પોતાના તેમજ અન્ય લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. જાહેર રસ્તા પર કરવામાં આવેલી આ જોખમી સ્ટંટબાજીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવવામાં આવતા નબીરાઓએ વીડિયો ન ઉતારવા માટે અપીલ કરી હોવાનું પણ સામે આવ્યું છે. હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.

