VIDEO: અમદાવાદના દરિયાપુર મનપસંદ જીમખાના જુગારધામ પર SMCના દરોડા, 180થી વધુ આરોપીઓ મેટ્રો કોર્ટમાં રજૂ
સોર્સ : gstv
અમદાવાદના દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાના પર સ્ટેટ મોનિટરિંગ સેલની મેગા કાર્યવાહી આરોપીઓને મેટ્રો કોર્ટમાં લઈ જવાયા છે... ૧૮૦ થી વધુ આરોપીઓને ૪ મોટી અને ૧ નાની બસ ભરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન પોલીસે રૂ. ૩ લાખથી વધુની રોકડ, જુગારનો મુદ્દામાલ અને અનેક વાહનો કબજે કર્યા છે. પોલીસ તપાસમાં આ મોટા જુગારધામનો મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા કાલિદાસ પટેલ હોવાનું સામે આવ્યું છે. SMCની આ કડક કાર્યવાહીથી સમગ્ર શહેરમાં જુગારના અડ્ડા ચલાવનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે,

