Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The condition of the newly constructed cremation ground in Sheelaj, Ahmedabad is in a bad state

VIDEO: અમદાવાદના શીલજમાં નવનિર્મિત સ્મશાન ગૃહની હાલત કફોડી

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં રસ્તા બેસી જવા ભુવા પડવા તે સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ હવે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું નવું બાંધકામ પણ બેસી જવાની ફરિયાદો જોવા મળી રહી છે.. અમદાવાદના શીલજમાં નવનિર્મિત સ્મશાન ગૃહની હાલત કફોડી બની છે. થોડા મહિના પહેલા જ એટલે કે જાન્યુઆરી માસમાં આ મુક્તિધામ લોકાર્પણ કરવામાં આવ્યું છે.. 17 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સ્મશાનમાં કાફેટેરિયા.. અસ્તિ કલેક્શન રૂમ  સહિતની વિવિધ સુવિધાઓ ઊભી કરી આધુનિક સ્મશાન તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે થોડા જ મહિનામાં આ આધુનિક સ્મશાન બિસ્માર બન્યું છે ...સ્મશાન શરૂ થયા પહેલા તેમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ એટલું જ નહીં સ્મશાનની ફરતે તૈયાર કરવામાં આવેલ આરસીસી સ્ટ્રક્ચર અને જગ્યા પર બેસી ગયું હતું   આરસીસીની નીચે ભુવો પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી આખરે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરની બેદરકારીને ઢાંકવા માટે તાબડતોબ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું. 

App Store