VIDEO: અમદાવાદ સાયન્સ સિટીમાં પેપર રોબોટે ગણેશજીની આરતી કરી ટેક્નોલોજી-સંસ્કૃતિનો અનોખો સંગમ સરજ્યો
સોર્સ : gstv
અમદાવાદના સાયન્સ સિટીમાં ટેક્નોલોજી અને ધાર્મિક પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. ગણેશ મહોત્સવ અંતર્ગત એક પેપર રોબોટ દ્વારા શ્રીજીની પૂજા અને આરતી કરવામાં આવી હતી. આ ઇનોવેશન સાથે સંસ્કૃતિને જોડતો એક અત્યંત અનોખો અને સરાહનીય પ્રયાસ છે. રોબોટ દ્વારા આયોજિત ગણેશજીની આ આરતીનો વીડિયો હાલમાં લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છેB આ નવતર પ્રયોગે ટેક્નોલોજીના યુગમાં ભક્તિનો એક નવો દ્રષ્ટિકોણ પૂરો પાડ્યો છે.

