Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Over 25.87 lakh cyber frauds reported in the name of stock market and trading in Ahmedabad

VIDEO: અમદાવાદમાં શેરબજાર અને ટ્રેડિંગના નામે ૨૫.૮૭ લાખથી વધુની સાયબર ઠગાઈ નોંધાઈ

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં શેર માર્કેટ અને ટ્રેડિંગના નામે 25.87 લાખ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. વેલ્થ અલાઈન્સ ટીમના નામે ગઠિયાઓએ ઊંચા વળતરની લાલચ આપી નાગરિક પાસેથી અલગ-અલગ બેંક ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીઓએ વોટ્સએપ અને ટેલેગ્રામ મારફતે લિંક્સ મોકલી નકલી ગ્રુપ તથા ટ્રેડિંગ વેબસાઇટ બનાવી હતી. વેબસાઇટ પર 3.47 કરોડ રૂપિયાથી વધુનું કાલ્પનિક બેલેન્સ બતાવી વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. જોકે, નાણાં પરત મેળવવાનો પ્રયાસ કરતાં ‘સિક્યુરિટી પર્પઝ’ના બહાને ટ્રેડિંગ સાઇટ બંધ કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલે દીપક પંડિત, શાલીની અને મારિયા નામના શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

App Store