VIDEO: અમદાવાદમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ભક્તિમય માહોલ
સોર્સ : gstv
અમદાવાદમાં આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી શહેરના શિવાલયોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અને પૂજા માટે મંદિરોમાં ઉમટી પડ્યા છે. શહેરના વિવિધ શિવાલયોમાં ‘હર હર મહાદેવ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. ભક્તો ભગવાન શિવને જળ, દૂધ અને બિલ્વપત્ર અર્પણ કરી પૂજા-અર્ચના કરી રહ્યા છે. ખાસ કરીને લો ગાર્ડન ખાતે આવેલા સમર્થેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

