VIDEO: અમદાવાદમાં દેવાંગ મહેતા IT એવોર્ડ્સ 2026નું ભવ્ય આયોજન
સોર્સ : gstv
અમદાવાદમાં દેવાંગ મહેતા IT એવોર્ડ્સ 2026 અને મેવેરિક ઈફેક્ટ AI ચેલેન્જ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. બોડકદેવના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને GTU દ્વારા આયોજન કરાયું હતું. IT એવોર્ડ્સમાં 58 કોલેજોના 633 વિદ્યાર્થીઓએ 245 પ્રોજેક્ટ રજૂ કર્યા, જેમાંથી 18 ફાઇનલમાં પહોંચ્યા. જ્યારે AI ચેલેન્જમાં 118 કોલેજોના 619 વિદ્યાર્થીઓએ 153 પ્રોજેક્ટ રજૂ કર્યા. NASSCOM ચેરપર્સન શ્રીકાંત વેલમકન્નીએ મેમોરિયલ લેક્ચર આપ્યું હતું.

