Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Officer took the EVM in his own car instead of the government vehicle: Congress

VIDEO: 'પ્રિસાઈડિંગ ઓફિસર EVM સરકારી વાહનને બદલે પોતાની ગાડીમાં લઈને નિકળ્યા', કોંગ્રેસે કર્યો ગંભીર આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસના અમદાવાદ જિલ્લા પ્રમુખે ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યાં છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમની હેરફેરને લઈને ગંભીર છબરડો જોવા મળ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. હડાળા બેઠકમાં આવતા વખતપર ગામમાં મતદાન પૂર્ણ થયા બાદ પ્રિસાઈડિંગ ઓફિસર ઈવીએમને સરકારી વાહનને બદલે પોતાની ગાડીમાં લઈને નિકળ્યાં હતા.

App Store

કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, પ્રિસાઈડિંગ ઓફિસર હડાળા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર સુરજીતસિંહના સગા ભાઈ છે. કોંગ્રેસે કહ્યું કે, તાલુકા વિકાસ અધિકારી અને ઝોનલ ઓફિસરે ખાનગી ગાડીમાં EVM લઈ જવાની કોઈ સૂચના આપી ન હોવાનું સ્વીકાર્યું છે. ઉમેદવાર વનરાજસિંહ ચાવડાએ આ અંગે લેખિત રજૂઆત કરી હોવા છતાં ચૂંટણી અધિકારી તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.