VIDEO: Ahmedabad / વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા એક્શન પ્લાન તૈયાર, ધોરણ 8 પાસ કરનારા વિદ્યાર્થીઓનું થશે ટ્રેકિંગ
સોર્સ : GSTV
અમદાવાદ શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે જિલ્લા શિક્ષણ કચેરીએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ડીઈઓએ તૈયાર કરેલી વિશેષ કમિટીમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને સ્કૂલ બોર્ડના ચેરમેન સહિતના અગ્રણીઓનો સમાવેશ કરાયો છે, જે અંતર્ગત ધોરણ 8 પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓનું સઘન ટ્રેકિંગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ મેળવવામાં શું મુશ્કેલી પડી રહી છે તેની ઝીણવટભરી તપાસ થશે અને અમદાવાદની તમામ ધોરણ 9 ધરાવતી શાળાઓની યાદી પણ ઓનલાઇન મૂકવામાં આવી છે.

