VIDEO: AMC દ્વારા ઓઢવ સ્મશાન સંચાલક સંસ્થા વિવેકાનંદ ગ્રામ ઉદ્યોગ બ્લેકલિસ્ટ
સોર્સ : gstv
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટી દ્વારા ઓઢવ સ્મશાનનું સંચાલન કરતી વિવેકાનંદ ગ્રામ ઉદ્યોગ સેવા સંઘને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો મોટો નિર્ણય લેવાયો છે. ભૂતકાળમાં આ સંસ્થા દ્વારા લાકડાના અભાવે ટાયરથી મૃતદેહ બાળવાની ગંભીર બેદરકારી સામે આવી હતી અને અનેક ફરિયાદો મળ્યા બાદ આ પગલું લેવાયું છે. હવે આ સંસ્થા ભવિષ્યમાં કોઈ નવું ટેન્ડર ન ભરી શકે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે.

