VIDEO: રાજ્યમાં આગામી ૭ દિવસ સામાન્ય વરસાદની આગાહી, ૧૧ ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા.
સોર્સ : gstv
રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્ય વરસાદની સંભાવના છે...હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે, જેના કારણે ૧૧ ઓગસ્ટના રોજ પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હાલમાં રાજ્યમાં સીઝનનો સરેરાશ ૪૯૧.૨ મિમી વરસાદ નોંધાયો છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા ૯ ટકા વધુ વરસાદ નોંધાયો છે, જોકે બીજી તરફ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજુ પણ ૧૩ ટકા ઓછો વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે.

