Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Normal life disrupted due to chemical filled waste water in Dholka, petition submitted to Collector

VIDEO: ધોળકામાં કેમિકલયુક્ત ગંદા પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત, કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ધોળકાના બુટ ભવાની અને કેડીલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગટર અને કેમિકલયુક્ત ગંદા પાણીના ભરાવાના કારણે સ્થાનિક લોકોની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ભેટાવાડા આંદોલનને પગલે કાંસ બંધ થઈ જતાં આશરે ૨૫૦ જેટલા મકાનોમાં ૩ થી ૪ ફૂટ સુધી દૂષિત પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં, શ્રી બુટ ભવાની પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં પાણી ફરી વળતાં ૩૫૦માંથી માત્ર ૭૦ થી ૮૦ બાળકો જ શાળાએ આવી શક્યા છે, જેથી શિક્ષણ પર માઠી અસર પડી છે. આ વિકટ પરિસ્થિતિના કાયમી નિકાલ માટે દેવીપૂજક સમાજ શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

App Store