VIDEO: આગામી 3 કલાક ભારે, ગુજરાતના 11 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ', મેઘતાંડવની તીવ્ર આગાહી
Gujarat weather news : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાક (સવારે 7:00 થી 10:00 વાગ્યા) દરમિયાન મેઘતાંડવ અને ભારે પવન સાથે વરસાદની તીવ્ર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નકશા મુજબ રાજ્યના જિલ્લાઓને વરસાદની તીવ્રતાના આધારે રેડ (Red), ઓરેન્જ (Orange) અને યલો (Yellow) એલર્ટમાં વહેંચવામાં આવ્યા છે.
રેડ એલર્ટ (Red Alert - અતિભારે વરસાદની સિસ્ટમ)
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે:
દક્ષિણ ગુજરાત: ખેડા, આણંદ, ભરુચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા
સૌરાષ્ટ્ર / મધ્ય ગુજરાત: અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ
ઓરેન્જ એલર્ટ (Orange Alert - ભારે વરસાદની સંભાવના)
મધ્ય ગુજરાત, ઉત્તર-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના પટ્ટામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે:
પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
યલો એલર્ટ (Yellow Alert - હળવાથી મધ્યમ વરસાદ)
રાજ્યના બાકીના ભાગોમાં વરસાદી ઝાપટાં અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે:
સાવચેતીના સૂચન: રેડ અને ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં જ્યાં રેડ એલર્ટની આગાહી ત્યાં અગમચેતી પગલારૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.

