Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Naming of two new South African penguin chicks at Science City's Aquatic Gallery

VIDEO: સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં સાઉથ આફ્રિકન પેંગ્વિનના નવા બે બચ્ચાઓનું નામકરણ

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના સાયન્સ સિટી ખાતે આવેલી લોકપ્રિય એક્વાટિક ગેલેરી ફરી એકવાર આકર્ષણનું કેન્દ્ર બની છે. ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં તાજેતરમાં જન્મેલા સાઉથ આફ્રિકન પેંગ્વિનના બે નવા બચ્ચાઓનું ઉત્સાહભેર નામકરણ કરવામાં આવ્યું હતું. આ બંને બચ્ચાઓને ‘શૌર્ય’ અને ‘વીર’ નામ આપવામાં આવ્યા છે. શરૂઆતમાં અહીં ૫ સાઉથ આફ્રિકન પેંગ્વિન લાવવામાં આવ્યા હતા, પરંતુ અનુકૂળ વાતાવરણ અને યોગ્ય સંભાળના કારણે તેમના પરિવારમાં સતત વધારો થઈ રહ્યો છે. મંત્રીજીએ જણાવ્યું કે પેંગ્વિનોના સફળ સંવર્ધનથી સાયન્સ સિટી દેશભરમાં આગવી ઓળખ ઉભી કરી રહી છે. નવા સભ્યોના આગમનથી મુલાકાતીઓમાં ખુશીનો માહોલ છે.

App Store