Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Muslim employees working in corporations will be able to leave an hour early

રમઝાનને લઈ AMCનો નિર્ણય: કાર્પોરેશનમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ એક કલાક વહેલા છૂટી શકશે

Timeછેલ્લું અપડેટ : 04 Mar 2025
લાઇવ ટીવીGoogle News
રમઝાનને લઈ AMCનો નિર્ણય: કાર્પોરેશનમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ એક કલાક વહેલા છૂટી શકશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રમઝાન માસને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પરિપત્ર જાહેર કર્યો છે જેમાં રમઝાન મહિનાને લઈ મુસ્લિમ કર્મચારીઓ માટે એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે. રમઝાન માસમાં નમાજને લઈ કર્મચારીઓ એક કલાક વહેલા છુટી શકશે.

App Store

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ રમઝાન માસ દરમિયાન એક કલાક પહેલા ડ્યુટી પૂર્ણ કરી શકશે. જો કે, કર્મચારીઓએ વહેલા આવવાનું રહેશે. રમઝાન હોવાથી કર્મચારીઓને સાંજે ૫.૧૦ વાગે છોડવામાં આવશે પરંતુ કર્મચારીઓએ સવારે ૯.૧૦ વાગે ઓફિસ આવવું પડશે. ઓફિસનો રેગ્યુલર સમય સવારે ૧૦.૩૦થી ૬.૧૦ વાગ્યાનો હોય છે પરંતુ રમઝાન માસને લઈ પાલિકાએ આ પરિપત્ર બહાર પાડ્યો છે અને માત્ર મુસ્લિમ બિરાદારોને જ આ નિયમ લાગુ પડશે.