VIDEO: અમદાવાદ જિલ્લાના વટામણ-પીપળી હાઇવે પર વરસાદને કારણે પડેલા મસમોટા ગાબડાથી વાહનચાલકો મુશ્કેલીમાં
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ માર્ગોની સ્થિતિ અત્યંત બિસ્માર બની છે. વટામણથી પીપળી થઈ ધોલેરા જતાં હાઈવે પર ઠેર ઠેર મસમોટા ખાડા પડતાં વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને વટામણ ચોકડી પાસે વળાંક લેતી વખતે અથવા સામસામે વાહનો પસાર થતાં અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. અનેક વખત વાહનો ખાડામાં ધડાકાભેર ઉતરતાં કારના બોનેટ, બમ્પર અને અન્ય ભાગોને નુકસાન પહોંચી રહ્યું છે. ખાડાઓના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. સ્થાનિકો અને વાહનચાલકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક હાઈવેનું સમારકામ કરી માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ ઉઠાવી છે.

