VIDEO: અમદાવાદના ઘુમા વિસ્તાર હજુપણ વરસાદી પાણીમાં ગરકાવ, સ્થાનિકોમાં ભારે નારાજગી
સોર્સ : gstv
વરસાદ બંધ થયા ઘણા કલાકો વીતી ગયા હોવા છતાં ઘુમા વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. સ્માર્ટ સિટી તંત્ર પાણી નિકાલમાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. વિભૂષા રોડ પર હજુ પણ પાણી જ પાણી છે. આ વિસ્તારના અનેક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને નુકસાન થયું છે.લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહેશે તેવો વેધક સવાલ લોકો પૂછી રહ્યા છે. તંત્ર પાસે ત્વરિત કાર્યવાહીની માંગ ઉઠી છે.

