VIDEO: ખેડૂતો આનંદો! ભારતમાં ચોમાસુ વહેલા આવી શકે, આ તારીખે પહોંચશે અંદામાન
સોર્સ : gstv
હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મહત્વનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સાનુકૂળ પરિબળોને કારણે અંદામાનમાં નિર્ધારિત સમય કરતા વહેલું ચોમાસું બેસવાની શક્યતા છે. સામાન્ય રીતે અંદામાનમાં 18 મેના રોજ ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે તે 16 મેની આસપાસ દસ્તક આપી શકે છે. અંદામાનમાં ચોમાસું સક્રિય થયા બાદ તે ધીમે-ધીમે કેરળ તરફ આગળ વધશે, જે ભારતમાં મુખ્ય ચોમાસાની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે.

