VIDEO: 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
સોર્સ : gstv
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેમાં મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને 10 સપ્ટેમ્બરે સક્રિય થનાર લો પ્રેશરનો સમાવેશ થાય છે. 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 13 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. 14 સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 19 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

