VIDEO: હવામાન વિભાગની અગાહી: રાજ્યમાં ૭ દિવસ વરસાદી માહોલ રહેશે
સોર્સ : gstv
હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે..વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આગામી ૨ દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાંથી ચોમાસાએ વિધિવત વિદાય લઈ લીધી છે. ચાલુ સિઝનમાં અત્યાર સુધ સામાન્ય કરતાં આશરે ૮ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

