Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Massive fire breaks out in Cadila company's godown in Dholka

VIDEO: અમદાવાદ / ધોળકામાં આવેલી કેડિલા કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 11 કલાકની ભારે જહેમત બાદ મેળવાયો કાબૂ

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ધોળકામાં આવેલી કેડિલા કંપનીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર આખરે ૧૧ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે પૂર્ણ કાબૂ મેળવી લીધો છે. સમી સાંજે લાગેલી આ આગ વહેલી સવારે પાંચ વાગ્યે બુઝાવી શકાઈ હતી, જેમાં ૯ ફાયર ફાઈટરો દ્વારા પાણીના ૪૦ ફેરા કરીને આશરે ૪ લાખ ૮૦ હજાર લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ગોડાઉનમાં પ્લાસ્ટિકના દાણા ભરેલા હોવાને કારણે આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, કોઈ ખેડૂતે ખેતરના શેઢા પર સૂકું ઘાસ સળગાવ્યું હતું, જેની ચિંગારી ધીરે-ધીરે ગોડાઉન સુધી પહોંચતા આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે.

App Store