VIDEO: મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી ભારતની હાઇ-સ્પીડ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક સત્તાવાર રીતે જાહેર
સોર્સ : gstv
મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી ભારતની હાઇ-સ્પીડ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની એક ઝલક દુનિયા સમક્ષ મૂકી છે. નવી દિલ્હીમાં આવેલી રેલવે મંત્રાલયની બિલ્ડિંગના ગેટ નંબર 4 પર આ હાઇ-સ્પીડ ટ્રેન સેટનો એક ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ ડિસ્પ્લેમાં ટ્રેનની અત્યંત આધુનિક એરોડાયનેમિક ડિઝાઇન સ્પષ્ટપણે જોઈ શકાય છે. મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે. જે સત્તાવાર રીતે 15મી ઑગસ્ટ 2027ના રોજ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.અત્યારે ટ્રેન કે બસમાં જે મુસાફરી માટે કલાકોના કલાકો બગાડવા પડે છે, તે અંતર બુલેટ ટ્રેન માત્ર આશરે 2 કલાકમાં કાપી નાખશે.

