Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Many secrets revealed in Payal Hospital scandal

પાયલ હોસ્પિટલ મામલે ખુલ્યા અનેક રાઝ: હોટલની જેમ CCTV વીડિયોનું મેનુ કાર્ડ; મહાકુંભમાં મહિલાઓના વીડિયો પણ વેચાયા

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2025
લાઇવ ટીવીGoogle News
પાયલ હોસ્પિટલ મામલે ખુલ્યા અનેક રાઝ: હોટલની જેમ CCTV વીડિયોનું મેનુ કાર્ડ; મહાકુંભમાં મહિલાઓના વીડિયો પણ વેચાયા

સોશિયલ મીડિયાના દૂર ઉપયોગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાતોરાત કરોડપતિ બનવાના ચક્કરમાં ત્રણ યુવાનોએ અનેક મહિલાઓના અંગત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાખ્યા હતા. જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરી ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ પૈસા કમાવા માટે હદ વટાવી નાખી હોય તેવું તપાસમાં ખુલ્યું છે. હોટલમાં જમવા માટે જે રીતે મેનુ આપવામાં આવે છે તેજ રીતે આ આરોપીઓ મહિલાઓના અંગત વીડિયો અંગેના મેન્યુ મુજબ પૈસા મેળવતા હતા.

App Store

અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપેલા આ ત્રણ આરોપીઓના નામ પ્રજવલ તૈલી, પ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશ ભીંસ છે. છેલ્લા એક સપ્તાહથી આ આરોપીઓ સમગ્ર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે આ આરોપીઓએ રાતોરાત પૈસા કમાવવાની લાલચમાં એવો ગુનો હાજરી નાખ્યો છે કે તેઓને લાંબા સમય સુધી જેલવાસ ભોગવવાનો વારો આવી શકે છે. થોડાક સમય પહેલા જ રાજકોટની પાયલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સોનોગ્રાફી કરતા સમયના તેમજ ઇન્જેક્શન આપતા સમયના વીડીયો એક ચેનલ ઉપર વાયરલ થયા હતા. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરી વીડીયો અપલોડ કરનાર આ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની તપાસ કરતાં તેઓની પાસે આ જ પ્રકારના 2000 જેટલા વીડીયો હોવાનું સામે આવ્યું હતું. જેથી સાયબર ક્રાઇમે આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરી પહેલી માર્ચ 2025 સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

સાયબર ક્રાઇમે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે, આરોપીઓ પાસે એક મેન્યુ કાર્ડ હતું, જેમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે તેઓ વીડિયો બતાવવાના પૈસા મેળવતા હતા. આ સમગ્ર ગેરરીતિનો માસ્ટર માઈન્ડ પ્રજવલ તૈલી છે. કામ ગંદા હૈં, પર પૈસા અંધા હૈ આવા સુત્ર સાથે તે આ ગંદુ કામ કરતો. આરોપીએ ટેલિગ્રામમાં બે અલગ અલગ ગ્રુપ બનાવ્યા હતા જેમાં પ્રીમિયમ ગ્રુપમાં મેન્યુ કાર્ડ બતાવી તે પ્રમાણે વીડિયો જોવા માટે 800થી 2000 રૂપિયા સુધીની રકમ વસૂલતો હતો. ટેલિગ્રામમાં બનાવેલી પ્રીમિયમ ચેનલમાં તે આ મેન્યુ કાર્ડ મૂકતો હતો અને જે વીડિયો જે વ્યક્તિ જોવા માંગતો હોય તેને તે પ્રમાણે પૈસા લઈને વીડિયો શેર કરતો હતો. આરોપીની વધુ તપાસમાં સામે આવ્યું કે તેણે બનાવેલા ટેલિગ્રામ ગ્રુપમાં ડેમો ગ્રુપમાં 500 જેટલા મેમ્બર હતા તેમ જ પ્રીમિયમ ગ્રુપમાં 100થી વધુ મેમ્બર હતા.

ઝડપાયેલા આરોપીઓની તપાસ કરતાં સામે આવ્યો કે પ્રયાગરાજના ચંદ્રપ્રકાશ ભીંસ નામના આરોપીએ યુટ્યુબ પરથી મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડીયો મેળવ્યા હતા અને તે પોતાની ચેનલ ઉપર અપલોડ કરતો હતો. પોતાની ચેનલમાં વીડીયો વધુ જોવા અને તેને પૈસા મળે તેવા આશયથી તેણે આ કામ શરૂ કર્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં પ્રજવલ અને પ્રજ બંને જણાએ ભેગા મળી અત્યાર સુધીમાં આ રીતે આઠ લાખ રૂપિયા કમાવ્યા હોવાની હકીકત સામે આવી છે.

આરોપીઓની તપાસમાં એ પણ સામે આવ્યું કે, તેઓની સાથે એક હેકર પણ આ ગુનામાં સામેલ છે. આરોપીઓ અંગે સાઇબર ક્રાઇમ એ વિગતવાર તપાસ કરતાં સામે આવ્યો કે પ્રજવલ તૈલી અને પ્રજ પાટીલ બંને મહારાષ્ટ્રના છે અને નીટની તૈયારી કરે છે, જ્યારે ચંદ્રપ્રકાશ PTCનો અભ્યાસ કરે છે. સાઇબર ક્રાઇમે  તપાસ કરતા એ પણ સામે આવ્યું કે વીડિયો અપલોડ થયા હોય તેવા આઈપી એડ્રેસ ભારત બહારના 3 દેશોના છે. તેવામાં આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ આ બાબતને લઈને વધુ તપાસ અને પૂછપરછ દરમિયાન ખુલાસાઓ થઈ શકે છે.