પાયલ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, 22 યુટ્યુબ ચેનલ બનાવી; હોસ્પિટલ-મેરેજ હોલના વીડિયો વેચીને કરી લાખોની કમાણી

પાયલ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમે નવા ખુલાસા કર્યા છે. અજાણ્યા ઇસમોએ યુટ્યુબ ચેનલ તેમજ ટેલીગ્રામ આઇ.ડી પરથી હોસ્પિટલમાં અજાણ્યા સ્ત્રી દર્દીઓના હોસ્પિટલના નર્સ દ્વારા ઇન્જેક્શન આપતા વીડિયો વાયરલ કરી સ્ત્રીની ગોપનીયતાનું ભંગ કરનારા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અમદાવાદ પોલીસની તપાસમાં નવા ખુલાસા થયા છે.
9 દિવસના રિમાન્ડ મંજૂર
આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 15 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી પણ કોર્ટે આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
એક-બે નહીં પણ 22 ચેનલ બનાવવામાં આવી હોવાનો ખુલાસો
Megha Demos Group દ્વારા એક નહીં પણ 22 યુ ટ્યુબ ચેનલ બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
- cctv injection group
- cctv of medical examination
- rk hospitality injection group
- tamil injection group
- cctv x-ray injection group plus
- its cctv cam access
- labor room injection group
- universal cctv cam videos
- outdoor piss group
- live cctv cam access
- indoor piss bath
- bus stand piss
- marriage hall piss
- open bath videos group
- hidden batha video group
- Parlour cctv cam videos
- Dick Flash grooping group
- Viral and insta snap nude show group
- Live app full show like tango bigo chamet Upskirot niip ass slip group incest Walking like andid stall group
- Ganga river open bathig group
- Spy record hidden cam group
હોસ્પિટલ જ નહીં મેરેજ હોલ, ગંગા રિવર સ્નાનના વીડિયો પણ વેચ્યા હોવાનો ખુલાસો
આરોપીઓ હોસ્પિટલના લેબર રૂમ, ઇન્જેક્શન, મેડિકલ એક્સામીનેશનના વીડિયો ઉપરાંત બસસ્ટેન્ડ, મેરેજ હોલ, પાર્લર, ગંગા રિવર સ્નાન સ્પાય કેમેરા દ્વારા લેવામાં આવેલા વીડિયો પણ વેચતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
વીડિયો વેચીને કરી 8 લાખની કમાણી
Megha Demos Group ઉપરાંત Demo CCTV, CCTV Injection Group, CCTV Demo Premium, CCTV Group નામના ટેલિગ્રામ ગ્રુપ બનાવેલા હતા જેમાં Demo Groupમાં Preview આપતા અને Premium Groupમાં 800થી 2000માં વેંચતા હતા. આ યુ ટ્યુબ વેચીને આરોપી પ્રજવલ અને પ્રાજે અંદાજિત 8 લાખ રૂપિયાની કમાણી કરેલ છે. અન્ય આરોપી તથા જેમની પાસે કેમેરા હેક કરાવ્યા છે તેની તપાસ અત્યારે ચાલુ છે.

