Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Major revelations in the investigation of 4 terrorists

Gujarat ATSએ ઝડપેલા AQISના 4 આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા, મોટા હુમલાની તૈયારીમાં હતા

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat ATSએ ઝડપેલા AQISના 4 આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા, મોટા હુમલાની તૈયારીમાં હતા
સોર્સ : GSTV

Ahmedabad News: અલકાયદા ઇન્ડિયન ટેરેર મોડ્યુલમાં ઝડપાયેલા આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. ચારેય આતંકીઓ ભારતમાં મોટી આતંકી પ્રવૃતિ અંજામ આપવા વિચારી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આતંકીઓની ચેટમાંથી ખુલાસો થયો છે.

App Store

7થી વધુ ગ્રુપમાં આતંકીઓ જોડાયેલા હતા

આ આતંકીઓ મોટી કોઈ ઘટનાને અંજામ આપ્યા બાદ અરબી દેશમાં ફરાર થવાનું વિચારી રહ્યા હતા. બે પાકિસ્તાનીઓ સાથે દિલ્હીના મોહમ્મદ ફૈક કનેક્શનમાં હતો. 7થી વધુ ગ્રુપમાં આતંકીઓ જોડાયેલા હતા. આ ગ્રુપમાં 20થી વધુ સભ્યોનું હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આતંકીઓ ભારતમાં આતંકી પ્રવૃતિ બાદ હિજરત કરવાનું નક્કી કર્યું હતું. આંતકીઓની તપાસમાં અમદાવાદનો ફરદીન શેખ અને યુપીના નોઇડા ઝિશાન અલી ખુદ પોતાની જાતે આતંકી હુમલા કરવા પ્લાનિંગ કરી રહ્યા હોવાનું ખુલ્યું હતું.

આતંકી હુમલાનું ષડયંત્ર રચવાનું પ્લાન કરી રહા હતા

જ્યારે અન્ય બે આતંકી મોહમ્મદ ફેક અને સેફુલ્લા કુરેશી અન્ય યુવાનો કટ્ટરવાદી બનાવીને આતંકી હુમલાનું ષડયંત્ર રચવાનું પ્લાન કરી રહા હતા. યુપી નોઈડાના ઝીશાન એ કોઈ મોટા હુમલા માટે હથિયાર વસાવ્યા હતા. ચારેય આતંકીઓ જેહાદી સાહિત્ય વાચ્યા બાદ કટ્ટર વાદી બન્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ આતંકીઓ ઈન્સટાગ્રામ પેલ્ટફોર્મને ટેરર ગ્રુપ બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આતંકીઓ ઈન્સટાગ્રામ વીડિયો કોલ પર પણ વાતચીત કરતા હતા. પોલીસના હાથે ના પકડાય તે માટે ઈન્સટાગ્રામ ઓટો ડિલીટ રાખતા હતા. જે ગ્રુપમાં કરેલ વાતચીત ચેટ જાતે ડિલીટ થઈ જતી હતી. આતંકીઓની તપાસ માટે સેન્ટ્રલ એજન્સીઓ અમદાવાદ આવી હોવાની પણ માહિતી મળી રહી છે.