Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Major friction during pressure relief in Ahmedabad's Thaltej

VIDEO: અમદાવાદના થલતેજમાં દબાણ હટાવતી વેળાએ મોટું ઘર્ષણ

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના થલતેજ વિસ્તારમાં એએમસી દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત્રે મેટ્રો રેલ નજીક રસ્તા પર કરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે એએમસીની ટીમ પહોંચી હતી. કાર્યવાહી દરમિયાન રસ્તા પર દબાણ કરી રહેલા શાકવાળાઓ અને એએમસીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મામલો ઉગ્ર બનતા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. પથ્થરમારાના કારણે એએમસીની કેટલીક ગાડીઓને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તણાવનો માહોલ સર્જાયો હતો. એએમસીની ટીમે દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખી હતી. સમગ્ર મામલે તંત્ર દ્વારા વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે..

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News