VIDEO: અમદાવાદના જોધપુરમાં સિક્યુરિટી ગાર્ડ પર દુષ્કર્મનો આરોપ
સોર્સ : gstv
અમદાવાદના જોધપુર વિસ્તારમાં યુવતી પર દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહે યુવતીની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. યુવતી અગાસી પર ગઈ ત્યારે આરોપીએ એકલતાનો લાભ ઉઠાવ્યો હોવાની ફરિયાદના આધારે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાવની ગંભીરતાને પગલે સ્થાનિક પોલીસ, LCB અને ક્રાઇમ બ્રાન્ચની 10થી વધુ ટીમો આરોપીની શોધખોળમાં જોડાઈ હતી. પોલીસે બાતમીના આધારે આરોપી સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહને ઝડપી પાડી તેની પૂછપરછ શરૂ કરી છે.

