VIDEO: ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય: આંતરધર્મીય લિવ-ઈન કપલને સાથે રહેવાની છૂટ
સોર્સ : gstv
ગુજરાત હાઈકોર્ટે આંતરધર્મીય લિવ-ઈન કપલના કેસમાં મહત્વનો ર્નિણય આપ્યો છે. કચ્છના બે અલગ અલગ ધર્મના ૨૧ વર્ષીય યુવતી અને ૨૩ વર્ષીય યુવકે મૈત્રી કરાર કરી સાથે રહેવાનું શરૂ કર્યું હતું...પરિવારની ફરિયાદ બાદ પોલીસે યુવતીને મહિલા કલ્યાણ કેન્દ્રમાં રાખી હતી. ૮ મહિનાની ગર્ભવતી યુવતીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વેચ્છાએ પાર્ટનર સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી હાઈકોર્ટે યુવકની હેબિયસ કોર્પસ અરજી મંજૂર કરી યુવતીને તેની સાથે રહેવાની છૂટ આપી છે.

