Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Isbugul factories closed due to GST inconsistency in Gujarat, likely to lead to a big increase in prices

VIDEO: ગુજરાતમાં GST વિસંગતતાથી ઈસબગુલ ફેક્ટરીઓ બંધ, ભાવમાં મોટો વધારો થવાની શક્યતા

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ખાંડ બાદ હવે ઈસબગુલના ભાવમાં પણ મોટો વધારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ઈસબગુલ પર જીએસટીના દરોમાં રહેલી વિસંગતતા આ પાછળનું મુખ્ય કારણ છે. ગુજરાતમાં ઈસબગુલ પર શૂન્ય ટકા જીએસટી છે, જ્યારે રાજસ્થાનથી આવતા માલ પર પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે. દેશના 80 ટકા ઈસબગુલનું ઉત્પાદન કરતા ગુજરાતમાં આ ટેક્સ વિસંગતતાને કારણે 80માંથી 30 જેટલી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. ઈસબગુલ પ્રોસેસર એસોસિએશને બંને રાજ્યોમાં સમાન જીએસટી દરની માંગ સાથે ઉત્પાદન રોકવાની ચીમકી આપી છે.5000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા આ ઉદ્યોગમાં ઉત્પાદન અટકતાં પુરવઠો ઘટશે અને આગામી દિવસોમાં ઈસબગુલ મોંઘું બનશે.

App Store