VIDEO: Ahmedabad પોલીસના માળખામાં મોટો ફેરફાર: P, R અને S એમ 3 નવા ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા, ગૃહ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું
સોર્સ : GSTV
અમદાવાદ શહેરનો વિસ્તાર વધવા સાથે પોલીસ સ્ટેશનોના ડિવિઝનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. P, R અને S એમ ત્રણ નવા ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા છે. જેને લઈ ગૃહ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું છે. મોટેરા, સાબરમતી ઇસ્ટ, હંસપુરા અને વસ્ત્રાલ પોલીસ સ્ટેશન પણ અસ્તિત્વમાં આવશે. ચાંદખેડા, મોટેરા અને સાબરમતી ઇસ્ટ પોલીસ સ્ટેશનનો P ડિવિઝનમાં સમાવેશ થશે. ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો R ડિવિઝનમાં સમાવેશ થશે. જ્યારે વટવા, વટવા GIDC, રામોલ પોલીસ સ્ટેશનનો S ડિવિઝનમાં સમાવેશ થશે.

