Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : This family from Memnagar got the good fortune of doing God's work

VIDEO: Ahmedabad Rath Yatra / મેમનગરના આ પરિવારને મળ્યું ભગવાનનું મામેરું કરવાનું સૌભાગ્ય, પરિવારમાં ખુશીનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી રથયાત્રામાં આ વર્ષે મેમનગરના રહેવાસી તેજસભાઈ ગૌતમભાઈ દવેને ભગવાનનું મામેરું કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મૂળ સરસપુરના અને હાલ મેમનગરમાં સ્થાયી થયેલા દવે પરિવારમાં આ સમાચાર મળતા જ ખુશીનો માહોલ છવાયો છે. તેજસભાઈએ જણાવ્યું કે, તેઓ બહારગામ હતા ત્યારે ફોન દ્વારા આ આનંદના સમાચાર મળ્યા હતા. "આ ભગવાનની અપાર કૃપા છે કે અમને જગતના નાથનું મામેરું કરવાનો અવસર મળ્યો છે," તેમ કહી તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો. હાલ પરિવાર દ્વારા ભગવાનના સ્વાગત અને મામેરાની પરંપરાગત તૈયારીઓ ભક્તિભાવપૂર્વક શરૂ કરી દેવામાં આવી છે.

App Store