Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : magnificent view of the Ahmedabad Rath Yatra; watch drone visuals of the country's second-largest Rath Yatra!

VIDEO: DRONE VIDEO: Ahmedabad / આકાશમાંથી જુઓ ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રાનો અલૌકિક નજારો

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અષાઢી બીજના પવિત્ર અવસરે આજે અમદાવાદ ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનો સાક્ષી બન્યું છે. જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરથી ભક્તોના જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે. ઓડિશાના પુરી બાદ અમદાવાદની રથયાત્રા દેશની સૌથી મોટી અને ઐતિહાસિક રથયાત્રાઓમાં સ્થાન ધરાવે છે. રથયાત્રાનો પ્રારંભ સવારે લગભગ 7 વાગ્યે જમાલપુરના શ્રી જગન્નાથ મંદિરથી થયો છે. આશરે 16 કિલોમીટરનો માર્ગ કાપીને ભગવાનના રથો ફરીથી નિજ મંદિરે પરત ફરશે. સમગ્ર માર્ગ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરશે.

App Store