VIDEO: અમદાવાદમાં એમ-પરિવહનની ફેક એપીકે ફાઇલ મોકલી વેપારીના ખાતામાંથી લાખોની ઠગાઈ
સોર્સ : gstv
અમદાવાદમાં સાયબર ઠગાઈનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે, જ્યાં ૬૧ વર્ષીય વેપારીને કારનું ચલણ ભરવાના બહાને નિશાન બનાવવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સોએ ફોન પર એમ પરિવહન એપીકે ફાઈલની લિંક મોકલી હતી. જે ડાઉનલોડ થતા જ ભેજબાજોએ ફોનનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો અને બેન્કના ખાતામાંથી આઇએમપીએસ દ્વારા ૫.૬૭ લાખ રૂપિયા એનએસડીએલ પેમેન્ટ્સ બેન્કમાં ટ્રાન્સફર કરી લીધા હતા. ખાતામાંથી રકમ ઉપડી ગયાના મેસેજ મળતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પીડિત વેપારીએ આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલ આ ડિજિટલ ફ્રોડ આચરનાર ગેંગને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને બેન્ક ખાતાઓની વિગતોના આધારે સઘન તપાસ ચલાવી રહી છે.

