Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : "The insult to the Leader of the Opposition is a blow to the entire Dalit society!", a major explosion of Gehlot in Ahmedabad

VIDEO: "વિપક્ષના નેતાનું અપમાન એ આખા દલિત સમાજ પર ઘા છે!", અમદાવાદમાં ગેહલોતનો મોટો વિસ્ફોટ

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે અમદાવાદ ખાતે તાજેતરમાં સામે આવેલા 'શુદ્ધિકરણ' વિવાદને લઈને આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ ઘટનાને માત્ર એક વ્યક્તિગત વિવાદ નહીં, પરંતુ સમગ્ર દલિત સમાજના સ્વાભિમાન અને સન્માન સાથે જોડાયેલો ગંભીર મુદ્દો ગણાવ્યો હતો.

App Store

વરિષ્ઠ નેતાના અપમાન પર આક્રોશ

અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરતાં અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, "આ એક અત્યંત ગંભીર અને મોટો મુદ્દો છે. જો કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતા, વિરોધ પક્ષના નેતા જેઓ ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને અનેક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, તેમની સાથે આવો વ્યવહાર થઈ શકતો હોય તો તે આઘાતજનક છે."

સમગ્ર દલિત સમુદાયના અસ્તિત્વનો સવાલ

ગેહલોતે ચિંતા વ્યક્ત કરતાં આગળ કહ્યું કે, "આ સવાલ માત્ર એક નેતા પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર દલિત સમુદાય સાથે જોડાયેલો છે. જ્યારે આ સ્તરના કદાવર નેતા સાથે આવું વર્તન કરવામાં આવે છે, ત્યારે કલ્પના કરો કે દેશભરના સામાન્ય દલિત નાગરિકો રોજબરોજના જીવનમાં કેવા સંજોગો અને પીડામાંથી પસાર થતા હશે?" તેમણે સ્પષ્ટ કર્યું કે આવી માનસિકતા બંધારણીય મૂલ્યો અને સમાનતાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.