VIDEO: Ahmedabad / ચાંદલોડિયા વોર્ડમાં મતદારોમાં થનગનાટ, આઈ.ડી. પટેલ શિક્ષણ સંકુલમાં મતદાન માટે લાંબી કતારો
સોર્સ : GSTV
રાજ્યભરમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ સવારના 7 વાગ્યાથી ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. શહેરના ચાંદલોડિયા વોર્ડમાં મતદારોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા આઈ.ડી. પટેલ શિક્ષણ સંકુલ ખાતેના મતદાન કેન્દ્ર પર વહેલી સવારથી જ નાગરિકોની લાંબી કતારો જોવા મળી હતી. યુવાનોથી લઈને વડીલો સુધીના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સમયસર પહોંચી ગયા હતા. શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહેલી આ પ્રક્રિયામાં વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.

