VIDEO: Ahmedabad / ભાજપ ઉમેદવારો સામે જનતાનો આક્રોશ; પાંચ વર્ષ બાદ પ્રચાર માટે નીકળેલા નેતાઓને સ્થાનિકોએ ખખડાવ્યા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર કરવા નીકળેલા નેતાઓ માટે અત્યારે જનતા વચ્ચે જવું કપરા ચઢાણ સાબિત થઈ રહ્યું છે. શહેરના વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિક રહીશોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. પાંચ વર્ષ સુધી દર્શન ન આપનારા નેતાઓને જોઈને લોકોનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો.
વાસણા વોર્ડના ભાજપના ઉમેદવાર મેહુલ શાહ સહિતના અન્ય ઉમેદવારો જ્યારે મત માંગવા માટે ગુપ્તાનગર પહોંચ્યા, ત્યારે સ્થાનિકોએ તેમને રસ્તામાં જ અટકાવ્યા હતા. લોકોએ છેલ્લા ઘણા સમયથી પાયાની જરૂરિયાત ગણાતા પીવાના પાણીની સમસ્યા મુદ્દે ઉગ્ર સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું
સ્થાનિકોના રોષનું મુખ્ય કારણ એ હતું કે છેલ્લા પાંચ વર્ષમાં એક પણ કોર્પોરેટરે વિસ્તારની મુલાકાત લીધી નહોતી. સ્થાનિકોના વેધક સવાલો સામે મેહુલ શાહ અને તેમની ટીમ નિરુત્તર થઈ ગઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

