Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Former corporator who went out to seek votes was brutally attacked by locals

VIDEO: Ahmedabad / પ્રદૂષિત પાણી મુદ્દે લોકોમાં આક્રોશ; મતો માંગવા નીકળેલા પૂર્વ કોર્પોરેટરને સ્થાનિકોએ આડેહાથ લીધા

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર જેમ-જેમ વેગ પકડી રહ્યો છે, તેમ-તેમ નેતાઓ માટે જનતા વચ્ચે જવું મુશ્કેલ બની રહ્યું છે. અમદાવાદના લાંભા વિસ્તારમાં પ્રચાર કરવા નીકળેલા પૂર્વ કોર્પોરેટર કાળુ ભરવાડને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. પાંચ વર્ષ સુધી કામ ન કરનારા નેતાને જોઈને લોકોનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો.

App Store

લાંભા વિસ્તારમાં લાંબા સમયથી પ્રદૂષિત અને ગંદા પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. જ્યારે કાળુ ભરવાડ પોતાના સમર્થકો સાથે મતો માંગવા નીકળ્યા, ત્યારે સ્થાનિક રહીશોએ તેમને અટકાવ્યા હતા. લોકોએ રોષે ભરાઈને પૂછ્યું હતું કે, જ્યારે પ્રદૂષિત અને ગંદા પાણીની સમસ્યા હતી, ત્યારે તમે ક્યાં ગયા હતા? આજે વોટ જોઈએ છે એટલે દર્શન આપવા આવ્યા? પાંચ વર્ષ સુધી દર્શન ન આપનાર નેતા સામે જનતાએ રોષ ઠાલવતા કહ્યું કે, પાણીની સમસ્યા માટે દર વખતે નવા બહાના બતાવવામાં આવતા હતા.