VIDEO: આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
સોર્સ : gstv
ગુજરાતમાં પાછલા દિવસો દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યા બાદ વરસાદનું થોડું જોર ઘટ્યું છે. જો કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર અને મોનસૂન ટ્રફની અસરને કારણે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, પાટણ, મહેસાણા, સુરત, નવસારી અને વલસાડ સહિતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરાયું છે. ખાસ કરીને ૨૮ થી ૨૯ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે અને ૩૦ જુલાઈથી નર્મદા તથા તાપી જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

