Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Light to moderate rain forecast for next 7 days in Gujarat; Saurashtra-Kutch continues to pull with 27% decline

VIDEO: ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી; સૌરાષ્ટ્ર-કચ્છમાં 27% ઘટ સાથે ખેંચ યથાવત

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અને સિસ્ટમને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે. વેલ માર્ક લો પ્રેશર અને મોનસૂન ટ્રફ સક્રિય હોવાના કારણે, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

App Store

સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદની વધુ ખેંચ

અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યમાં સરેરાશ 510.8 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે એકંદરે સામાન્ય કરતાં 3 ટકા ઓછો છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદની વધુ ખેંચ વર્તાઈ રહી છે, જ્યાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 27 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

7 દિવસ હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યું અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લામાં હળવો વરસાદી માહોલ રહેશે. વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા હજુ પણ ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ પર બનેલો હોવાથી ગુજરાત રાજ્યની આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 7 દિવસ માટે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

બીજી સિસ્ટમ જે મોનસૂન ટ્રફ છે, તે અમૃતસરથી થઈને આ લો પ્રેશર એરિયા તરફ જઈ રહી છે. આ બે સિસ્ટમ્સને ધ્યાનમાં રાખીને આગામી 26 ઓગસ્ટ સુધી હળવા વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ગુજરાતના જમીની વિસ્તારોમાં પવનની ઝડપ સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ રહેશે.

મઘા નક્ષત્રમાં પડશે માત્ર નહિવત વરસાદ

મઘા નક્ષત્ર 27 નક્ષત્રોમાંનું 10મું નક્ષત્ર છે. આ વર્ષે મઘા નક્ષત્ર 17 ઓગસ્ટ 2026થી શરૂ થઈને 30 ઓગસ્ટ 2026 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન પડતો વરસાદ ખેતી માટે અમૃત સમાન અને અત્યંત મૂલ્યવાન ગણવામાં આવે છે. જો કે, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 26 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી હોવાથી મઘા નક્ષત્રમાં માત્ર નહિવત વરસાદ પડવાની શક્યતા છે.

આ વર્ષે 1 જૂનથી લઈને 20 ઓગસ્ટ સુધીમાં અત્યાર સુધી થયેલા વરસાદના આંકડા જોઈએ, તો સમગ્ર ગુજરાત રાજ્યમાં 510.8 મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળામાં 526.7 મિ.મી. વરસાદ નોંધાવો જોઈતો હતો. આમ, સમગ્ર ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતાં 3% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે.

આ હિસાબે ગુજરાત પ્રદેશમાં સામાન્ય કરતાં 14% વધુ વરસાદ થયો છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં 1 જૂનથી લઈને 20 ઓગસ્ટ સુધીમાં 291.5 મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે તે 298 મિ.મી. હોવો જોઈએ, જેનો અર્થ એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 27% ઓછો વરસાદ થયો છે.