Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Congress claim of Rs.18,491 crore GST evasion in Gujarat in the last 3 years... Why did the system not know until such a big tax evasion?

VIDEO: છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં રૂ.18,491 કરોડની GST ચોરીનો કોંગ્રેસનો દાવો...ક્હયું આટલી મોટી કરચોરી થઈ ત્યાં સુધી તંત્રને કેમ ખબર ન પડી?

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં GST ચોરીના આંકડાને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત  પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે આક્ષેપ કર્યો છે કે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યની તિજોરીને રૂ.18,491 કરોડની GST ચોરીથી નુકસાન થયું છે. ત્રણ વર્ષમાં જીએસટી ચોરીના કુલ 17 હજાર 588 કેસ નોંધાયા હોવાનું કહીને  કોંગ્રેસે સવાલ કર્યો છે કે આટલી મોટી કરચોરી થતી રહી ત્યારે તંત્રની ચેતવણી વ્યવસ્થા ક્યાં હતી...સાથે જ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 11,150 લઘુ અને મધ્યમ ઉદ્યોગો બંધ થયાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસે GSTની જટિલ પ્રક્રિયા સરળ બનાવવા, નાના ઉદ્યોગોને રાહત આપવા અને કરચોરીમાં પકડાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

App Store