VIDEO: ગુજરાતમાં આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી
સોર્સ : gstv
સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે અમુક સ્થળોએ છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ વેલ માર્ક્ડ લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને અન્ય એક ટ્રફ સહિત કુલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ વાતાવરણ સર્જાયું છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવા ઝાપટાં પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં હાલ સરેરાશ ચૌદ ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પાંત્રીસ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આ સાથે જ સપ્ટેમ્બર મહિનાનું વેધર આઉટલુક પણ સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

