Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Khambhat conversion case: High Court rejects plea of ​​accused

VIDEO: ખંભાત ધર્માંતરણ કેસ: હાઈકોર્ટે આરોપીની અરજી ફગાવી

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખંભાતમાં કથિત ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી આશા સુપરવાઈઝર નમ્રતા મેકવાનની ફરિયાદ રદ્દ કરવાની અરજી ફગાવી દીધી છે. નવેમ્બર ૨૦૨૫માં નોંધાયેલા ગુનામાં આરોપ છે કે તેમણે હિન્દુ આશા વર્કરોને બાઇબલ વાંચવા, ખ્રિસ્તી ધર્મના વીડિયો જોવા અને મૂર્તિપૂજાની ટીકા સાંભળવા પ્રેરિત કર્યા હતા. વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં લઈ જવાનો પણ આરોપ છે. ચાર્જશીટ મુજબ તેમનો પરિવાર યહોવાહ વિટનેસિસ સાથે સંકળાયેલો છે. હાઈકોર્ટે નોંધ્યું કે આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ કરાયા હોવાના સંકેતો મળે છે. અંતિમ નિર્ણય ટ્રાયલમાં પુરાવા આધારે થશે.

App Store