Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Khakhi was also seen in Ahmedabad! Bootleggers' new alchemy for stashing liquor

અમદાવાદમાં ખાખી પણ જોતી રહી ગઈ! દારૂ સંતાડવાનો બુટલેગરોનો નવો કીમિયો

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં ખાખી પણ જોતી રહી ગઈ! દારૂ સંતાડવાનો બુટલેગરોનો નવો કીમિયો
સોર્સ : gstv

અમદાવાદમાં પોલીસના નાઇટ ચેકિંગથી બચવા માટે એક બુટલેગરે અપનાવેલો અનોખો કીમિયો પકડાઈ ગયો છે. શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન સોલા પોલીસે બાતમીના આધારે કારમાં ગીઝર અને ઇન્વર્ટરમાં છુપાવીને મોંઘીદાટ દારૂની હેરાફેરી કરતા મોહમ્મદ નાવેદ અંસારી નામના શખસની ધરપકડ કરી છે. પોલીસે આ કાર્યવાહીમાં 1.33 લાખ રૂપિયાની કિંમતની 81 જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી બુટલેગરોના નવા મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે.

App Store

ગીઝર અને ઇન્વર્ટર ખોલતાં જ પોલીસ ચોંકી ઊઠી

સોલા પોલીસ સ્ટેશનની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે શંકાસ્પદ એક કારને અટકાવીને તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં કારમાં માત્ર ગીઝર અને ઇન્વર્ટર જ હોવાનું જણાતું હતું, પરંતુ પોલીસને શંકા જતાં આ ખોલીને તપાસ કરવામાં આવી હતી. ગીઝર ખોલતાં જ અંદરથી મોંઘા ભાવની દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક કારચાલકની અટકાયત કરી હતી.

આ પછી પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ગોતા વિસ્તારની વસંતનગર ટાઉનશિપમાં આવેલા તેના ઘરે પણ દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીને સાથે રાખીને તેના ઘરે રેડ કરતા ત્યાંથી વધુ પાંચ ગીઝર મળી આવ્યા હતા, જે ખોલતા તેમાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે આરોપી બહારથી દારૂ લાવીને ગીઝરની આડમાં તેનું છૂટક વેચાણ કરતો હતો. આ મામલે પોલીસે દારૂ અને કાર સહિત કુલ 2.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નોંધનીય છે કે, પકડાયેલા આરોપી સામે ભૂતકાળમાં પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News